Thursday, February 16, 2017

KP Network

L.R.B CONSTABLE POLICE BHARTI 2017 RESULT DEACLARED

લોકરક્ષક (કોન્સટેબલ) ભરતી અન્વયે શારીરિક કસોટી (PET/PST) ના હંગામી પરીણામ


(૧) લોકરક્ષક(કોન્સટેબલ)ભરતી અન્વયે તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લેખીત પરીક્ષામાં શારીરિક કસોટી માટે કવોલીફાય થયેલ કુલ૧,૩૪,૯૩૨ ઉમેદવારોની શારીરિક કસોટી રાજયના જુદા જુદા દસ કેન્દ્રો ખાતે બોલાવવામાં આવેલ. જે શારીરિક કસોટી તા.૧૬/૦૧/૧૭ થી તા.૧૧/૦૨/૧૭ સુધી યોજવામાં આવેલ.

(ર) કોઇ ઉમેદવાર શારીરિક કસોટી (PET/PST)ના પરીણામની વિગતો જાણવા માંગતા હોય તો તેઓ અહી કલીક કરો.   .

(૩) કોઇ ઉમેદવાર શારીરિક કસોટી (PET/PST) માં પાસ/નાપાસ અથવા મેળવેલ ગુણ અંગે કોઇ રજુઆત કરવા માંગતા હોય તો તેઓએ રૂબરૂમાં તા.૧૭/૦૨/૧૭ થી તા.૨૩/૦૨/૧૭ સુધી કચેરી સમય દરમ્યાન (કલાક ૧૦.૩૦ થી ૧૮:૦૦ સુધી) લોકરક્ષક ભરતીબોર્ડની નીચે જણાવેલ સરનામે આવેલ કચેરી ખાતે આવી રજુઆત કરી શકે છે.
 
સરનામું:અધ્યક્ષ લોકરક્ષક ભરતીબોર્ડ અને પોલીસ મહાનિરીક્ષકની કચેરી, વડોદરા વિભાગ,કોઠી બિલ્ડીંગ, રૂમ નંબર-૪૫, રાવપુરા, વડોદરા. ફોન નંબર- ૦૨૬૫-૨૪૩૭૬૦૭/ મો.નં.૯૯૭૮૪૦૮૪૮૯.


આ અંગે કોઇની ફેર શારીરિક ચકાસણી જેવી કે ઉંચાઇ, દોડ, વજન કે છાતી ફરીથી કરવામાં આવશે નહી. જેની નોંધ લેવી. ફકત પાસ/નાપસ અથવા મેળવેલ ગુણ અંગે તેઓને કોઇ રજુઆત હોય તો તેઓ રૂબરૂ રજુઆત કરી શકશે.આ અંગેની કોઇ રજુઆત ટપાલ દ્વારા સ્વીકારવામાં આવશે નહી કે ટપાલથી જાણ પણ કરવામાં આવશે નહી.

(૪) આ શારીરિક કસોટી (PET/PST) ના તમામ ઉમેદવારોના પરીણામો ગ્રાઉન્ડ વાઇઝ નીચે મુજબછે.
અ.નં.ગ્રાઉન્ડનું નામ પાસ ઉમેદવારોની વિગત નાપાસ ઉમેદવારોની વિગત
0 ભૂતપૂર્વ સર્વિસમેન
પોલીસ હેડકવાર્ટર, અમદાવાદ શહેર, જે.ડી.નગરવાલા સ્ટેડીયમ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪
એસ.આર.પી. ગૃપ-ર, સૈજપુર બોઘા, નરોડા પાટીયા રોડ, ક્રિષ્ણનગર, અમદાવાદ-૩૮૨૩૪૬
પોલીસ તાલીમ શાળા, લાલબાગ, વડોદરા
એસ.આર.પી. ગૃપ-૧૩, ઘંટેશ્વર, રાજકોટ
એસ.આર.પી. ગૃપ-૫, લુણાવાડા રોડ, કોલીયારી, ગોધરા-૩૮૯૦૦૧
એસ.આર.પી. ગૃપ-૧૧, વાવ, સુરત
એસ.આર.પી. ગૃપ-૭, કપડવંજ રોડ, એસ.ટી.નગર નજીક, નડીયાદ-૩૮૭૦૦૧
એસ.આર.પી. ગૃપ-૧૨, સેકટર-ર૭, ગાંધીનગર-૩૮૨૦૨૮
પોલીસ હેડકવાર્ટર, સાબરકાંઠા, સબજેલ નજીક, હિંમતનગર-૩૮૩૦૦૧
૧૦પોલીસ તાલીમ મહાવિધાલય, જૂનાગઢ

(૫) આ અંગે શારીરિક અને લેખિત પરીક્ષા (અસલ દસ્તાવેજ ચકાસણી વગર) મેરીટ લીસ્ટ તા.૨૫/૦૨/૧૭ ના રોજ આ વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. ભરતીની પ્રક્રિયા હાલ સુધી પેપરલેસ કરવામાં આવેલ હોય કોઇ ઉમેદવારના કોઇ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવેલ નથી. આ અંગે આશરે ૩૫,૦૦૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલવવામાં આવશે. જે અંગેના કોલ લેટર તા.૨૭/૦૨/૧૭ થી તા.૦૫/૦૩/૧૭ સુધી ડાઉનલોડ કરી શકાશે.

(૬) ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી તા.૦૭/૦૩/૧૭ થી અમદાવાદ તેમજ વડોદરા ખાતે શરૂ કરવામાં આવશે.

સહી/-
(જ્ઞાનેન્દ્ર સિંહ મલિક,IPS)
અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને
પોલીસ મહાનિરીક્ષક,
વડોદરા વિભાગ, વડોદરા

KP Network

About KP Network

Author Description here.. Nulla sagittis convallis. Curabitur consequat. Quisque metus enim, venenatis fermentum, mollis in, porta et, nibh. Duis vulputate elit in elit. Mauris dictum libero id justo.

Subscribe to this Blog via Email :